Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વાપીમાં જ્વેલર્સનું કોરોનાથી મોત : જિલ્લામાં વધુ 4 કેસ પોઝીટીવ : 24 દિવસમાં 65 કેસ વધ્યા : કુલ સંખ્યા 103

વલસાડ : જિલ્લામાં કોરોના કેસમાં વધારો થઇ રહયો છે, જિલ્લામાં વધુ 4 પોઝિટિવ રિપોર્ટ આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે , વલસાડના પારનેરા ગામે 1 અને વાપી ટાઉનમાં 3 વ્યક્તિ કોરોના ગ્રસ્ત થતાં કોવિડ-19 હોસ્રપિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. વિસ્તારોને એપી સેન્ટર અને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરીને આવશ્યક સેવા અને અધિકૃત વ્યક્તિઓ સિવાયની અવરજવર પર પ્રતિબંધ મૂકયો છે.

 વાપી કચીગામ રોડ આસિયાના કોમ્પલેક્ષમાં રહેતા સુંદરલાલ જૈન (ઉ.વ. 65)ની વાપી ટાઉનમાં દાગીનાની દુકાન છે.તેમને તાવ સહિતની ફરિયાદો સાથે કોવિંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા તેમના સેમ્પલો લેવામાં આવ્યાં હતાં.આ વેપારીની તબિયત વધુ લથડતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી.

 જૂન માસમાં વલસાડ જિલ્લામાં 24 દિવિસમાં  41 કેસ કોરોનાના નોંધાઇ ચૂક્યા છે, તેવા વિસ્તારોને એપી સેન્ટર અને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરીને આવશ્યક સેવા અને અધિકૃત વ્યક્તિઓ સિવાયની અવરજવર પર પ્રતિબંધ લગાવી કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસો જારી રાખ્યા છે.

વાપીના વેપારીનું મંગળવારે મોત થયુ હતું. બુધવારે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ બુધવારે જાહેર કરેલી યાદીમાં વેપારીના મોત અંગે કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ અંગે પુછતાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે કોરોનાના કારણે મોતના કેસમાં કમિટિ બેસે છે. જેમાં દર્દીને અન્ય કઇ-કઇ બિમારી હતી તે અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ તેની જાહેરાત કરાઇ છે

(1:05 pm IST)