Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

નવસારી જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ : કબીલપોર વિસ્તારના પિતા પુત્રને કોરોના વળગ્યો

ગઈકાલે આઠ કેસ અબ્દ આજે વધુ બે કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

નવસારી : જિલ્લામાં કોરોના વાયરસ માં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આઠ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. આજે વધુ બે પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આજે કબીલપોર વિસ્તારના પિતા પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા આસપાસના રહેવાશીઓ ગભરાઈ ગયા હતા.

(12:41 pm IST)