Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રાજ્યના 20 જિલ્લાના 57 તાલુકામાં વરસાદ : અમરેલીના વડિયા અને જૂનાગઢમાં દોઢ ઇંચ : રાજુલામાં એક ઇંચ વરસાદ

અન્ય 53 તાલુકામાં 1 ઇંચ કે તેની આસપાસ વરસાદ વરસ્યો: રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 4.60 ઇંચ

અમદાવાદ : ગુજરાતમાં આગામી થોડા દિવસો માટે ભારે વરસાદની આગાહી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે  રાજ્યમાં મેઘરાજા તોફાની ઇનિંગ રમતા જોવામાં આવે તેવી શક્યા વચ્ચે પાછલા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લાના 57 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે.

પાછલા 24 કલાકમાં ગુજરાતનાં અમરેલી જીલ્લાનાં વડિયા ગામમાં સૌથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. વડિયા તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવે છે.  સાથે જુનાગઢ તાલુકા અને શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હોવાનું પણ નોંધાઇ રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારનાં રાજુલા તાલુકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતનાં અન્ય 53 તાલુકામાં 1 ઇંચ કે તેની આસપાસ વરસાદ વરસ્યો હોવાની સત્તાવાર માહિતી સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 4.60 ઇંચ નોંધાઇ ચૂક્યો છે.

(12:37 pm IST)