Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રાજ્યમાં કોરોનાના એકધારા વધતા કેસ વચ્ચે અમદાવાદમાં રાહત :બીજા દિવસે કેસ ઘટ્યા

અમદાવાદ : કોરોનાનાં લાંબા કાળમુખા કાળ બાદ અમદાવાદ માટે છેલ્લા બે દિવસથી રાહત  આપતા સમાચાર સામે આવી રહ્યા છે..અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ કેસ અને મોતની સંખ્યા ઘટી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 205 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા,તો આગળનાં દિવસે એટલે કે 23 જૂને 230 કેસ નોંધાયા હતા.

સતત બીજા દિવસે કેસો ઘટ્યા હોવાનાં સાથે છેલ્લા 2 દિવસથી ઓછા કેસ નોંધાતા તંત્રને પણ હાશકારો થયો હોવાનો એહસાસ થઇ રહ્યું છે. ગઇકાલે પશ્ચિમ અમદાવાદના 3 ઝોનમાં 119 કેસ સામે આવ્યા હતા. તો મધ્ય ઝોનમાં 12, દક્ષિણ ઝોનમાં 41 નવા કેસ નોંધવામાં આવ્યા હતા

(12:32 pm IST)