Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

જીટીયુના યુજી અને ડીપ્લોમાના તમામ સેમેસ્ટરના હજારો રેમેડીયલ વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રોગેશનનો લાભ અપાયો

છેલ્લા સેમેસ્ટરની ઓનલાઇન પરીક્ષા રાબેતા મુજબઃ ગેરહાજર છાત્રો માટે ફરી પરીક્ષા ગોઠવાશેઃ એકેડેમીક કાઉન્સીલ બેઠકમાં નિર્ણય

રાજકોટ, તા., રપઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ગઇકાલે એકેડેમીક કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં યુજી અને ડીપ્લોમાના તમામ સેમેસ્ટરના  રેમેડીયલ તથા સ્પેશ્યલ ટર્મ એકક્ષટેન્શનના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રોગેશનનો લાભ આપવામાં આવશે.

આગામી તા.ર-૭-ર૦ર૦ થી શરૂ થનાર જીટીયુની સમર-ર૦ર૦ પરીક્ષા બાબતે ગઇકાલે ચર્ચા-વિચારણા કરવા માટે એકેડેમીક  કાઉન્સીલની બેઠકનું બપોરે ઓનલાઇન માધ્યમથી આયોજન કરેલ હતું. બેઠકમાં વિવિધ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનો તથા સંચાલક મંડળ દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ રજુઆતોની ખુબ ઉંડાણપુર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. એકેડેમીક કાઉન્સીલે વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિનો સંપુર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીઓ તથા વાલીઓની ચિંતામાં સૂર પુરાવેલ. આમ છતાં જે વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ, પ્લેસમેન્ટ, સરકારી નોકરી તથા અન્ય કારણોસર ફાઇનલ માર્કશીટની જરૂરીયાત હોય તેઓ દ્વારા પરીક્ષા યોજવા રજુઆત કરેલ હોય તે અંગે પણ ઉંડાણપુર્વક ચર્ચા કરવામાં આવી અને કેટલાક નિર્ણયો લેવામાં આવેલ છે.

જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, પ્લેસમેન્ટ, અન્ય દેશ અને ઉચ્ચ સંસ્થાઓમાં એડમીશન માટે માર્કશીટની જરૂરીયાત છે તેવા વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષા આપવા માંગે છે  તેઓની પરીક્ષાઓ બીજી તારીખથી યોજવી. આ માટે તેઓએ સ્ટુડન્ટ પોર્ટલમાં માહીતીભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓને કોવીડ-૧૯ની સ્થિતિમાં પરીક્ષા કેન્દ્રો ઉપર જઇ પરીક્ષા આપવામાં ભય લાગે છે અને આ કારણોસર પરીક્ષા આપવા માંગતા નથી તેઓ માટે હાલમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોમાંથી તથા અન્ય દેશોમાંથી પરીક્ષા આપી શકે તેમ નથી અને ઓનલાઇન પરીક્ષા માટે તેમના પાસે પુરતી વ્યવસ્થા નથી તેઓ યુનિવર્સિટી કોવીડ-૧૯ની પરિસ્થિતિ સામાન્ય થયેલી સ્પેશ્યલ પરીક્ષાનું આયોજન કરશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે તેઓને રેગ્યુલર વિદ્યાર્થી જ ગણવામાં આવશે અને તેઓએ ત્યારે પરીક્ષા આપવાની રહેશે. આ અંગેનો વિકલ્પ સ્ટુડન્ટ પોર્ટલમાં આપવામાં આવશે.

જે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરેલ છે તેઓની ઓનલાઇન પરીક્ષા રાબેતા મુજબ તા.ર૧-૭-ર૦ર૦થી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે.

યુજી / ડિપ્લોમાંના તમામ સેમેસ્ટરનાં રેમેડીયલ તથા સ્પેશ્યલ ટર્મ એકસટેન્શનના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રોગેશનનો લાભ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ મેરીટ બેઇઝ પ્રોગેશન આપ્યા બાદ પોતાનો ગ્રેડસુધારવા માંગતા હોય તેઓની પરીક્ષાનું આયોજન યુનિવીર્સિટી દ્વારા કરવામાં આવશે. શિક્ષણ વિભાગના તા.ર૪-પ-ર૦ર૦ના ઠરાવની જોગવાઇ અનુસાર પીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા યુજી/ડીપ્લોમાં કોર્સના છેલ્લા સેમેસ્ટરના રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ યોજાશે.

(11:30 am IST)