Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વલસાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન

મામલતદારને આવેદનપત્ર પાઠવી લોકોના અવાજને ઉપર સુધી પહોંચાડવા કોગ્રેસની ધારદાર રજૂઆત

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કેન્દ્ર સરકાર દ્વારા કોરોનામાં બેકાર બની ગયેલી જનતાને પડ્યા ઉપર પાટુ મારી પેટ્રોલ-ડીઝલ ના અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડમાં  મામલતદારને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે ધરણાં કરી વલસાસમાં  મામલતદારને આવેદનપત્ર પાઠવી લોકોના અવાજ ને ઉપર સુધી પહોંચાડવા રજૂઆતો કરી હતી જેમાં સ્થાનિક કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(11:59 pm IST)