Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ઓરિસ્સા ગ્રીન ઝોનમાં અને અમદાવાદ રેડ ઝોનમાં છે : કેમ ના નીકળી રથયાત્રા? પ્રદિપસિંહ જાડેજાની સ્પષ્ટતા

રાજ્ય સરકારે કોર્ટને શરતો અંગેની બાંહેધરી પણ આપી: સવારે 6 થી 11 વાગ્યા સુધી સંપૂર્ણ બાહેંધરી આપી : કર્ફ્યુની લગાડવા પણ તૈયારી હતી

 

અમદાવાદ : શહેરમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકાળવા દેવા મામલે મહંત દિલીપદાસજીનું નિવેદન અને સરસપુરનાં રણછોડરાય મંદિરના મહારાજ લક્ષ્મણદાસજીનાં નિવેદનથી પણ રાજકારણ ભારે ગરમાયું છે.જગન્નાથજીની રથયાત્રા મંદિર બહાર નીકાળવા દેતા મહંત દિલીપદાસજીનાં નિવેદને આડકતરી રીતે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંગે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું છે.

 ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે,કોરોનાને લઈને અમદાવાદ સહિત ગુજરાતમાં રથયાત્રાને પરવાનગી આપવી જોઈએ તેવી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કારણે હાઇકોર્ટે રથયાત્રા કાઢવાની પરવાનગી આપી હતી. તેમ છતાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલને હાઇકોર્ટમાં પુરીનાં નિર્ણય અને કેટલીક શરતો સાથે અમદાવાદમાં રથયાત્રા કાઢવા અંગેની અરજી માટેની સૂચના આપી હતી

  પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કેરથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી જગન્નાથ મંદિર ગયા હતા. ઓડિશા અંગે SCનાં ચુકાદા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાજ્ય સરકારે કોર્ટને શરતો અંગેની બાંહેધરી પણ આપી હતી. સવારે 6 વાગ્યાથી સાડા 10 વાગ્યા સુધીમાં રથયાત્રા પૂર્ણ કરવા અંગેની બાંહેધરી આપી હતી. સાથે લોકો એકત્રિત થાય તે માટે કર્ફ્યુ લગાડવાની પણ તૈયારી દર્શાવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે કડક બંદોબસ્ત જાળવવાની રજૂઆત પણ તેમાં કરાઇ હતી. લોકો ઘરમાં બેસીને રથયાત્રા નિહાળે તેવી વ્યવસ્થા કરવા અંગેની પણ રજૂઆત કરાઇ હતી. તેમ છતાં હાઇકોર્ટે રથયાત્રા કાઢવાની પરવાનગી આપી હતી.

(10:52 pm IST)