Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદ સિવિલ હૉસ્પિટલની નર્સે 10માં માળેથી છલાંગ લગાવી આપઘાત કરતા ખળભળાટ

છેલ્લા બે દિવસ થી તે માનસિક તણાવ માં રહેતી હોવાથી તેને આ પગલું ભર્યું હોવાનું અનુમાન

અમદાવાદ : શહેરના ન્યૂ મણિનગર વિસ્તારના આવેલ કર્ણાવતી રિવેરામાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે . યુવતી એ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, કોરોના યોદ્ધા સમાન આ નર્સના આપઘાતના સમાચારથી શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે.

શેફાલી મેકવાન નામની યુવતી માં ચાર વર્ષ પહેલાં સી ટી એમ ખાતે રહેતા જેક્સન મેકવાન સાથે લગ્ન થયા હતા. જો કે લોક ડાઉન હોવાથી ૨૩ મી મે ના દિવસે તેના પિતા ને ત્યાં રહેવા માટે આવી હતી. પરંતુ છેલ્લા બે દિવસ થી તે સતત માનસિક તનાવ માં રહેતી હતી. આજે સવારે 10 વાગે તે ફ્લેટ ના દસમા મળે આવેલ પેન્ટ હાઉસ માં મોબાઈલ લઈ ને વાત કરવા માટે ગઇ હતી. જો કે થોડીવાર બાદ તેમના પરિવારજનો એ જોતાં શેફાલી બી બ્લોક ના પાર્કિંગ માં લોહી લુહાણ હાલત માં જોવા મળી હતી. જેથી 108 ને જાણ કરતા ફરજ પર ના ડોકટર એ તેને મૃત જાહેર કરી હતી.

શેફાલી સિવિલ હોસ્પિટલ માં નર્સ તરીકે કામ કરતી હતી. જો કે છેલ્લા બે દિવસ થી તે માનસિક તણાવ માં રહેતી હોવાથી તેને આ પગલું ભર્યું હોવાનું તેમના પરિવારજનો નું માનવું છે. જો કે પોલીસ એ પણ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(10:33 pm IST)