Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજપીપળામાં આડેધડ એસી વાપરતા ગ્રાહકો પર વીજ કંપનીના અધિકારીઓ મહેરબાન..?!

દરબાર રોડના એક ગ્રાહકે 3 દિવસમાં ત્રણ ફરિયાદ લખાવ્યા બાદ પણ કોઈજ ધ્યાન અપાયું નથી,ઉચ્ચ અધિકારીનું પણ સુચક મૌન: કેટલાક વ્હાલા અને અંગત ફાયદારૂપ ગ્રાહકોના ફટાફટ કામો થતા હોવાની બુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કેટલાક ગ્રાહકો સાથે જાણે ઓરમાયું વર્તન રાખતા હોય એમ ગ્રાહકોની ફરિયાદ ફક્ત ફરિયાદ કેન્દ્રના ચોપડા માજ લખયેલી રહી જાય છે પરંતુ આ બાબત પર કોઈજ કામગીરી કરવામાં આવતી નથી.
 રાજપીપળા શહેરમાં સૌથી મોટી તકલીફ કાળઝાળ ગરમીમાં લો વોલ્ટેજની સમસ્યા હોય તેવા સમયે વીજ કંપનીના અધિકારીઓ આડેધડ ચાલતા એસી બાબતે કોઈજ કાયદાકીય પગલાં લેતા નથી જોકે આ એસીના કારણે કેટલાય ગ્રાહકોને ગરમીમાં લો વોલ્ટેજ આવવાની વારંવાર ફરિયાદો ઉઠવા છતાં એ ગ્રાહકનું કોઈ સાંભળતું નથી તેની પાછળ અમુક અધિકારીઓનો અંગત ફાયદો જવાબદાર હશે તેમ લાગે છે.

  દરબાર રોડ પર રહેતા એક ગ્રાહકના જણાવ્યા મુજબ તેમણે છેલ્લા 3 દિવસ માં ત્રણ વખત વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર ઉપર ફરિયાદ લખાવી જેમાં તારીખ 23 મેં એ તેમનો ફરિયાદ નં.10 હતો,24 મેં ના રોજ 09 નંબર થી ફરિયાદ લખાઇ અને 25 તારીખે સવારે આપેલી ફરિયાદ નો નં.04 હોવા છતાં તેમની લો વોલ્ટેજ ની તકલીફ વીજ કંપની દ્વારા આજદિન સુધી દૂર કરાઈ નથી અને આ વિસ્તાર માં વારંવાર ઓળખીતા ગ્રાહકો અથવા કોઈક અંગત ફાયદા ખાતર વાયરો ના લોડ બદલી બીજા ગ્રાહકો ને હેરાનગતિ કરાઈ રહી હોવાની વાત સાંભળવા મળી હોય તેવા સમયે આ ગ્રાહકના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ચાલતા એસી જે તે વિસ્તાર નો લોડ ખેંચી લેતા હોવાની વેટ વીજ કંપનીના અધિકારીઓ જાણતાં હોવા છતાં તેવા ગ્રાહકો સામે પગલાં ન લેવાતા અન્ય ગ્રાહકો લો વોલ્ટેજ ની તકલીફ માં મુકાય છે ત્યારે એ ગ્રાહકો ની ફરિયાદો પર ધ્યાન અપાતું નથી જોકે આ બાબત ઉચ્ચ અધિકારીઓ પણ જાણતા હોવા છતાં કેમ મૌન સેવી રહયા છે શુ ઉપર થી નીચે દરેક ની મિલીભગત છે..? સુરત મુખ્ય કચેરી માં એક પણ ઈમાનદાર અધિકારી હોઈ તો રાજપીપળા વીજ કંપની માં ચાલતા એક તરફી વહીવટ અને લાલીયાવાડી બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.

(7:12 pm IST)