Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઇદના પવિત્ર દિવસે મુસ્લિમ પરિવારને મદદરૂપ બનતા અતુલભાઇ દિક્ષિત

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: કોરોનાની મહામારી ભયંકર સ્વરુપ લઈ રહી છે રોજે રોજ નવા નવા કેસો આવતા જ જાય છે સતત લોક ડાઉંનના કારણે કેટલાય પરિવારને બે ટંકનું જમવાનું પણ મળતું નથી આવાં સમયે ઇદનો તહેવાર આવેલો છે. પરબડા ગામના એક મુસ્લિમ પરિવાર કે જે છૂટક મજુરી કરી પોતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ઘરની સ્ત્રી લોકોના ઘરે ઘર કામ કરતી.તેની નાની બેબી હવે લોક ડાઉંનના સમય મા તમામ મજુર કામ બંધ થતાં ઇદ ના પવિત્ર દિવસે ઘરમાં ખાવાનું કૈજ ન હતું નહી. ભાજપના પુર્વ મહામંત્રી અને સ્કાઉટના જીલ્લા  ચિફ કમિશનર અતુલભાઇ દિક્ષિત ને સમાચાર મળતા જ તેમણે પરિવારના ઘરે જઈને નાની બેબી માટે કપડા ઘરની સ્ત્રી માટે કપડાં તેમજ ઘઊ,ચોખા અને કરિયાણાની મદદ કરી

 આ મુસ્લિમ પરિવારને ઇદનો ત્યોહાર આનદ મય બનાવ્યો હતો. અતુલભાઇ દિક્ષિતે સંસ્કાર ગુર્જરી ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરી રહ્યા છે જ્યારે તે ભાજપ ના સંગઠન મંત્રી હતા ત્યારે પણ સામાજ ના વિવિધ વર્ગોનું ધ્યાન રાખી સેવાકીય પ્રવૃતિઓ કરતા રહ્યા છે તેમનાં આ પ્રસંનિય કાર્ય ને સમાજ્ના બધાજ વર્ગોએ આવકારી અભિનંદન પાઠવ્યા છેસદર મુસ્લિમ બેન સ્કાઉટ મા રેન્જર હતા

(7:08 pm IST)