Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ધનસુરા પોલીસે તાલુકામાં વિવિધ જગ્યાએ થયેલ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલ્યો: આરોપીની ધરપકડ : મુદામાલ જપ્ત

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: ધનસુરા પોલીસે ધનસુરાના કમાલીયા તથા ગુજેરી ગામના વિસ્તારોમાં વિવિધ જગ્યાએ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો હતો.જેમાં 42,400ના મુદ્દામાલ ને રિકવર કરવામાં પોલીસ ને સફળતા મળી હતી.જેમાં વિવિધ જગ્યાએ થી ચોરી કરેલ ગેસની 20 નંગ જુની બોટલો પકડાઈ હતી.સાથે સોફાસેટ,ડાયનિંગ ટેબલની ખુરશીઓ,પ્લાસ્ટિકની ખુરશી ,ગેસની સગડી,ટીવી સહિત ની ઘરવખરીનો સામાન શોધી કાઢ્યો હતો.જેમાં આરીફ ખ્યાલી મુલતાની (રહે.ચાંદટેકરી મોડાસા)ના મકાનમાંથી આ મુદ્દામાલ પકડાયો હતો.જયદિપસિંહ ગોપાલસિંહ ઠાકોર(રહે ગુજેરી-તાલુકો-ધનસુરા ) અને બાદલભાઈ ભીખાભાઈ ખાંટ (રહે -કમાલીયા )ના મકાનમાં થયેલ ચોરી નો સામાન જેની કિંમત 42,400 ના મુદ્દામાલ શોધી કાઢ્યો હતો

  ધનસુરા તાલુકા માં વિવિધ જગ્યાએ ચોરીઓ થઈ હતી જેમાં મોડાસા ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના ભત્રીજાના ઘરે પણ ચોરી થઈ હતી.આ ચોરીઓ ને લઈને ધનસુરા પી.એસ.આઈ કે.એસ.સિસોદિયા અને ધનસુરા પોલીસ સ્ટાફ એ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી થતા તપાસ તેજ કરી હતી.જેમાં પોલીસે ગેસની બોટલો સાથે ચોરી કરનારની ધરપકડ કરી હતી..23-05-2020 ના રોજ બાતમી ના આધારે એલ.સી.બી ના એમ.જી.વસાવા,તથા સ્ટાફ તથા  પી.એસ.આઈ ગામેતી તથા સ્ટાફ મોડાસા ટાઉન પી.એસ.આઈ વાઘેલા તથા મોડાસા રૂરલ પી.એસ.આઈ એસ.એન.પટેલ તેમજ ધનસુરા પી.એસ.આઈ કે.એસ.સિસોદિયા તથા જિલ્લા હાઈવે ટ્રાફિક સ્ટાફ તેમજ પૂરો ફ્લો સ્કોર્ડ ના સ્ટાફ તેમજ માલપુર પી.એસ.આઈ સોલંકી તથા સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ ને સફળતા મળી હતી.ધનસુરા ના પી.એસ.આઈ કે. એસ.સિસોદિયા અને પોલીસ સ્ટાફ એ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથધરી હતી

(7:06 pm IST)