Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ઉકાળા વિતરણ શરૂ : પ્રથમ દિવસે બે હજાર લીટર ઉકાળાનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સોમવારથી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળા દ્વારા પાંચ દિવસ ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે જ બે હજાર લીટર ઉકાળા નું વિતરણ કરાયું હતું.

  કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે "આયુર્વેદિક ઉકાળો" રાજપીપળાના દરેક વોર્ડમાં આજે તા.25 મેં થી તા.29 મેં સુધી પાંચ દિવસ વિતરણ કરાશે.આ ઉકાળો "સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા" દ્વારા તેમના સમાજની વાડીમાં બનાવી સ્વામી વિવેકાનંદ ગ્રુપ અને રોટરી કલબ ઓફ રાજપીપળા દ્વારા વિતરણની કામગીરી કરવામાં આવી છે.

 આજથી જિલ્લા આયુર્વેદ વિભાગના સહયોગથી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા ઉકાળા વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં આજે પહેલા દિવસે બે હજાર લીટર ઉકાળો બનાવી વિતરણ કરાયો હતો.ઉકાળા વિતરણ માં આજે ઈદ હોય રોજા પુરા થતા મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરોએ પણ આયુર્વેદ ઉકાળા નો લાભ લીધો હતો.

(6:55 pm IST)