Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડાલીના થુરાવાસ નજીક બે દિવસ પહેલા કોરોનાનો કેસ સામે આવતા આરોગ્યની ટિમે કડક કાર્યવાહી હાથ ધરી

વડાલી: તાલુકાના થુરાવાસ તેમજ બાબસર ગામે બે દિવસ પહેલા એક એક કેસ પોઝિટિવ મળી આવતા આરોગ્યની ટીમ હરકતમાં આવી હતી જેના અનુસંધાને રવિવારે ટ્રાવેલ્સ હિસ્ટ્રીના અનુસંધાને વડાલી તાલુકાના કંજેલી ગામે ૬૧ વર્ષીય એક આધેડ પોઝિટિવ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા કંજેલી ગામે કામગીરી શરૂ કરી દીધી છે.

 તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કશ્યપ પટેલના માર્ગદર્શન હેઠલ ડભડા પીએચસીના ડોક્ટર મનોજ વાલમીયા દ્વારા આરોગ્યની પાંચ ટીમો બનાવી કંજેલી તેમજ આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(6:15 pm IST)