Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉન અંતર્ગત તસ્કરો સક્રિય:ડિંડોલી-કરાડવા રોડ પર બેંક મેનેજરના ઘરને નિશાન બનાવી 53 હજારની મતાની ઉઠાંતરી થતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરમાં લોક્ડાઉન અંતર્ગત શહેરમાં સક્રિય થયેલા તસ્કરોએ ડીંડોલી-કરાડવા રોડ સ્થિત આંગન રેસીડન્સીમાં રહેતા બેંક મેનેજરના ઘરમાંથી રૂા. 53,500 અને નાનપુરા સ્થિત દયાળજી નીમ પાર્લરને નિશાન બનાવી રૂા. 49,286ની મત્તા ચોરીને રવાના થઇ ગયા હતા.
ડીંડોલી-કરાડવા રોડ સ્થિત ઇમ્પોરીયા બિઝનેશ હબ નજીક આંગન રેસીડન્સીમાં રહેતા અને ઉધના દરવાજા સ્થિત કોટક મહેન્દ્રા બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા અંકિતા દેવનાથ ત્રિપાઠી (.. 25) ગત રાત્રે પડોશી સાથે મોડી રાત સુધી બેઠા હતા અને ત્યાર બાદ 12 વાગ્યાના અરસામાં સુઇ ગયા હતા. ત્યાર બાદ ત્રાટકેલા તસ્કરોએ ઘરના પાછળના દરવાજો ખોલી અંદર પ્રવેશી કબાટમાંથી રોક્ડા રૂા. 3 હજાર, મોબાઇલ ફોન અને લેપટોપ વિગેરે મળી કુલ રૂા. 53,500ની મત્તા ચોરી ગયા હતા. જયારે નાનપુરા સ્થિત દયાળજી બાગ પાસે જીએનએફસીના દયાળજી નીમ પાર્લરમને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ પાર્લરના ગેટની બાજુની બારી ખોલી અંદર પ્રવેશી સાબુ, એલો તુલસી, ઓઇલ, શેમ્પુ, હેન્ડ વોશ, ગ્લીસરીન, હેર ઓઇલ, ફેસવોશ, સેનીટાઇઝર વિગેરે મળી રૂા. 49,286ની મત્તા ચોરીને રવાના થઇ ગયા હતા. ઘટના અંગે ડીંડોલી અને અઠવાલાઇન્સ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(6:11 pm IST)