Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડોદરાના વાસણા રોડ પર આર્થિક તંગીથી કંટાળી ઘરના મોભીની ઝાડ પર લટકાઈ આત્મહત્યા

વડોદરા: વાસણા રોડ પર ગરીબ  આવાસ યોજનાના મકાનમાં રહેતા પરિવારના મોભીનું લોકડાઉનના કારણે ડ્રાઇવીંગનું કામ બંધ થઇ ગયું હતું. આર્થિક ભીંસમાં આવેલા ૪૮ વર્ષના ડ્રાઇવરે રાત્રે ઘરની બહાર થોડે દૂર આવેલા એક ઝાડ પર લટકી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે ગરીબ પરિવારોની હાલત અત્યંત કફોડી થઇ ગઇ છે. ધંધો - રોજગાર નહી મળતા આવક તદ્દન બંધ થઇ ગઇ હતી. વાસણારોડ .ડબલ્યુ.એસ. (ઇકોનોમિકલી વિકટ સેકસન) મકાનમાં રહેતા ૪૮ વર્ષના ભૂપેન્દ્ર ભગાભાઇ પરમારની સ્થિતિ પણ આવી થઇ ગઇ હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડ્રાઇવીંગનું કામ કરતા ભૂપેન્દ્ર પરમારને લોકડાઉનના કારણે ડ્રાઇવીંગનું કામ મળતુ બંધ થઇ ગયું હતું. જે કંપનીમાં ગાડી ચલાવતા હતા ત્યાં પણ  કોન્ટ્રાકટ બંધ થઇ ગયા હતા

(6:03 pm IST)