Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડોદરાનો અજુગતો કિસ્સો:પરિવારના લોકોએ કોરોનાના ડરથી બહાર જવાની ના કહેતા નિવૃત કર્મચારી સહીત અન્ય 32 વર્ષીય પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:કોરોનાનું કદાચ સંક્રમણ લાગી જાય તેવી ભીતિના કારણે ઘરની બહાર નીકળવાની પરિવારજનોએ ના પાડતા એસ.આર.પી. ના એક નિવૃત્ત કર્મચારી તેમજ બીજા એક આવા કિસ્સામાં ૩૨ વર્ષની પરિણીતાને લાગી આવતા બંન્નેએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધા હતાં. આમ કોરોના થવાને કારણે નહી પરંતુ, કોરોનાના હાઉથી બે વ્યક્તિઓને જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે.

અંગેની વિગત છે કે, દંતેશ્વરની રાજરત્ન સોસાયટીમાં પુત્ર ભરત સાથે રહેતા ઉખાભાઇ કૃષ્ણભાઇ આહિરે (..૬૫) એસ.આર.પી.ના નોકરી કરતા હતાં અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. તેમને ડાયાબિટીશની પણ બીમારી હતી. છતાં લોક ડાઉનમાં તેઓ અવાર-નવાર ઘરની બહાર નીકળી જતા હતાં. બહાર નીકળવાથી તેમને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા હોવાથી પરિવારજનોએ તેમને ઘરની બહાર જવાની ચોખ્ખી ના પાડી હતી જેથી, મનમાં લાગી આવતાં ઉખાભાઇએ ગઇકાલે ઘરના ઉપરના માળે જઇ પંખા ના દોરી વડે ફાંસ ખાઇ લીધો હતો.

(6:03 pm IST)