Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડોદરામાં કોરોના કહેર વચ્ચે બજારોમાં ભારે ભીડઃ ર૭ વિસ્તારોની રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકાયા

વડોદરા :.. વડોદરામાં કોરોનાને વધુ પ્રસરતો અટકાવવા તંત્ર સજ્જ છે ત્યારે ર૭ વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

વડોદરામાં કોરોનાના વધુ ૩૦ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ૧૪પ સેમ્પલમાંથી ૩૦ કેસ પોઝીટીવ આવ્યા છે. આમ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૮પપ થઇ ગઇ છે. કોરોનાથી આજે વધુ ૭ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધી કોરોનાથી વડોદરામાં ૪૯૯ દર્દીઓ સાજા થયા છે. આજે પણ મેડિકલ બુલેટિનમાં એક પણ મોત દર્શાવ્યુ નથી. અત્યાર સુધી વડોદરામાં કુલ ૩૮ મોત છે.

વડોદરાનાં નાના અને મધ્યમ વેપારીઓમાં સરકારની નીતિ પર રોષ જોવા મળ્યો છે. રાજયમાં તમામ વર્ગને આર્થિક મદદની જાહેરાત કરી, પરંતુ તેમાં નાના વેપારીઓને કંઇ જ ફાયદો નથી.

બજારોમાં રિયાલીટી ચેક કર્યુ હતું. આજે પણ બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. વેપારીઓ સહકાર ન આપીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરાવી રહ્યાં. તો સાથે જ નાગરિકો પણ પોતાનો જીવ જોખમમાં મુકીને ખરીદી કરતા નજરે ચઢયા હતાં. પોલીસની હાજરી માજ સરકારના નિયમોના ધજાગરા ઉડયા તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. વડોદરાનું તંત્ર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડયું છે. વેપારી એસોસીએશનના પ્રમુખે નિયમોનું પાલન થઇ રહ્યું હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો.

(5:58 pm IST)