Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદ કાપડ માર્કેટ આવતા અઠવાડીયે ખુલે તેવી શકયતા

એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં ૧.૦૫ કરોડનો ચેક અપાયો

ગાંધીનગર : અમદાવાદના મસ્કતી કલોથ માર્કેટ એસોસીએશને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇને કપડા બજાર ખોલવા દેવા રજુઆત કરેલ. જોકે વિજયભાઇએ સ્થિતિ સામાન્ય થયા બાદ કપડા બજાર ખોલવા દેવા આશ્વાસન આપેલ. સંભવત : આવતા અઠવાડીયાથી બજાર ખુલે તેવી શકયતા છે. આ પહેલા કપડાના વેપારી સંગઠનોએ ઉદ્યોગ સચિવ એમ.કે. દાસને પણ આવેદન પાઠવેલ. મસ્કતી કાપડ મહાજન અને કપડા વેપારી સંગઠનોએ મુખ્યમંત્રીએ રાહત કોષમાં ૧ કરોડ પાંચ લાખનો ચેક અધ્યક્ષ ગૌરાંગ ભગત, કાંતિલાલ અને નરેશ શર્મા સહિતના આગેવાનોએ વિજયભાઇને સોપ્યો હતો. ગૌરાંગ ભગતે જણાવેલ કે ખાડીયા અને કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યો છે. આના કારણે અમદાવાદની બધી કપડા માર્કેટ સંક્રમણ પ્રભાવિત વિસ્તારમાં ગણવામાં આવે છે. પણ મોટાભાગની બજારો રેલ્વે સ્ટેશનના મેઇન રોડ પર આવવાથી ખાડીયાથી એકદમ અલગ પડી જાય છે. જેથી જલ્દીમાં જલ્દી આ બજારો ખોલવા દેવા ઉદ્યોગ સચિવને અનુરોધ કરાયો છે.

(2:55 pm IST)