Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોલેજોમાં UG ફાયનલ અને PG સેમ.૨ અને ૪ની પરીક્ષા ૨૫મી જુનથી લેવાશે

અન્ય સેમેસ્ટરમાં પરીક્ષા લઇ શકતા તેમ ન હોય પણ ઈન્ટરનલ ૫૦ ટકા અન્ય સેમેસ્ટરના ગુણ ગણીને પરિણામ જાહેર કરી શકાશે

રાજકોટ તા. ૨૫: રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ  અને કોલેજોમાં પરીક્ષા કયારે લેવાશે તેની લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ સરકાર દ્વારા  આગામી તા. ૨૫મી જૂનથી અંડર ગ્રેજ્યુએશન (બી.એ.,બી.કોમ,બી.એસસી)માં છેલ્લા સેમેસ્ટર અને પોસ્ટ ગ્રેજ્યુએશનની બીજા અને ચોથા સેમેસ્ટરની પરિક્ષા લેવાની જાહેરાત કરાઇ છે.

અન્ય સેમેસ્ટરની પરિક્ષા  કેવી રીતે લેવી તે સરકાર દ્વારા  દરેક યુનિવર્સિટીઓ પર છોડ્યુ છે. યુનિવર્સિટીઓ યોગ્ય લાગે તો તમામ સેમેસ્ટરની  પરિક્ષા  લઇ શકશે અન્યથા આગળના વર્ષના ૫૦ ટકા ઈન્ટરનલ અને ૫૦ ટકા આગળની પરિક્ષાના  પરિણામને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરિણામ આપવાનું  રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન  (યુજીસી) દ્વારા પ્રવેશ, પરીક્ષા અને પરિણામ માટેની ગાઇડલાઇન  જાહેર કરાયા બાદ રાજ્ય સરકારે અલગથી ગાઇડલાઇન  જાહેર કરવાની જાહેરાત હતી.  શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા  આ ગાઇડલાઇન  જાહેર કરી દેવાઇ છે. શિક્ષણવિદમાં અગાઉથી જ જે વાત નક્કી  હતી તે પ્રમાણે અંડર ગ્રેજ્યુએશનમાં  છેલ્લા સેમેસ્ટર   અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા  અને ચોથા  સેમેસ્ટરની પરિક્ષા તા. ૨૫મી જુનથી લેવાશે. પરિક્ષાનો સમયગાળો  બે કલાકનો અને જરૂર જણાય તો મલ્ટીપલ શિફટ પ્રમાણે પણ રાખી શકાશે. આ પરીક્ષા માાટે તાલુકા અને સ્થાનિક કક્ષા રખાશે.

(1:39 pm IST)