Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જામનગર એસપી શરદ સિંઘલ અને અમરેલી એએસપી પ્રેમસુખ ડેલુ સહીત ૧૮ અફસરોને બઢતી આપવા ગૃહ મંત્રાલય સક્રિય

ટ્રમ્પ બંદોબસ્તથી લઇ કોરોના ઇફેકટઃ આઇપીએસ બઢતી-બદલીની ઠપ્પ થયેલી પ્રક્રિયામાં ફરીથી પ્રાણ પુરાશે : ૩ મહત્વના જીલ્લાના એસપીઓ વિવાદના વમળમાં: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા અંગેની અવઢવ પણ બઢતી-બદલીના નિર્ણયમાં બ્રેક લગાવી રહી છે

રાજકોટ, તા., ૨૫: અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બંદોબસ્ત અને ત્યાર બાદ વિધાનસભા માટે ચુસ્ત જાપ્તો અને અધુરામાં પુરૂ કોરોના વાયરસની મહામારીને કારણે  ગુજરાતનું તંત્ર અન્ય બીજી મહત્વની બાબતો વિસરી ગઇ હોય તેમ જામનગર એસપી શરદ સિંઘલ, રેલ્વે એસપી નીલેશ જાજડીયા,  સીએમ સિકયુરીટીના ચિરાગ કોરડીયા અને અમદાવાદ (ગ્રામ્ય)ના આર.વી.અસારી સહીતના એસપી કક્ષાના ૧૩ આઇપીએસને  તથા ર૦૧૬ના અમરેલી એએસપી પ્રેમસુખ  ડેલુ સહીતના અડધો ડઝન અધિકારીઓને એસપી તરીકે બઢતી આપવાની પ્રક્રિયાને ૬-૬ માસથી લાગેલી સજ્જડ બ્રેક હવે રીલીઝ  થાય તેવા એંધાણો દ્રષ્ટિગોચર થઇ રહયા છે.

 

ગુજરાતના ગૃહ મંત્રાલયે ઉકત તમામ દોઢ ડઝન જેટલા અધિકારીઓને બઢતી આપવા માટે તેઓના કલીયરન્સ તાત્કાલીક  મંગાવતા એકાદ માસમાં ૧૩ જેટલા એસપીઓ -ડીઆઇજી અને અડધો ડઝન એએસપીઓ  એસપી બને તેવા ઉજળા સંજોગો નિર્માણ થવા સાથે રાજય પોલીસ તંત્રમાં આવતા માસ સુધીમાં એસપી કક્ષાએ ધરખમ ફેરફારો  કરવાની કવાયત શરૂ થઇ છે. ત્રણેક જીલ્લાના  એસપીઓ યેનકેન પ્રકારે વિવાદમાં આવ્યા છે. આ એસપીઓ મહત્વના જીલ્લામાં હોવાથી તેઓના સ્થાને કોને મુકવા તે માટે પણ મથામણ ચાલી રહી છે.

બઢતીપાત્ર એસપી કક્ષાના અધિકારીઓમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના  ડીસીપી દિપેન ભદ્રન સહીતના ઘણા અધિકારીઓ અમદાવાદમાં ફરજ બજાવતા હોવાથી રથયાત્રા કઇ રીતે અને કેવી માત્રામાં નિકળે છે ? તે બાબતે અવઢવ હોવાથી બઢતી-બદલીના હુકમમાં ઢીલ થઇ રહયાનું  ટોચના સૂત્રો જણાવી રહયા છે.

૨૦૦૬ બેચના આ એસપીઓ ડીઆઇજી બનશે

રાજકોટઃ ર૦૦૬ બેચના એસપી કક્ષાના જે અધિકારી ડીઆઇજીની બઢતી માટે લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહયા છે તેમાં ખેડાના એસપી દિવ્ય મિશ્રા, પી.એલ.માલ, ડો. એમ.કે.નાયક, કે.એન.ડામોર, દિપેન ભદ્રન, બીપીન આહીર, શરદ સિંઘલ, નિલેશ જાજડીયા, ચિરાગ કોરટડીયા, એન.એન.ચોધરી, રાજેન્દ્ર અસારી વિગેરેનો  સમાવેશ છે.

ર૦૧૬ બેચના એએસપીઓ હવે તુર્તમાં  એસપી તરીકે પોષ્ટીંગ મેળવશે

રાજકોટઃ ર૦૧૬ બેચના એએસપી કક્ષાના જે અધિકારીઓને એસપી કક્ષાએ બઢતી મળનાર છે તેમાં રવિન્દ્ર પટેલ, શેફાલી  બરવાડા, પ્રેમસુખ ડેલુ, અમીત વસાવા અને પ્રવિણકુમારનો સમાવેશ હોવાનું સૂત્રો જણાવે છે.

(12:09 pm IST)