Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સવારથી અમદાવાદ એરપોર્ટમાં ધમધમાટઃ જો કે મુંબઇ - ચેન્નાઇની ફલાઇટો રદ્દઃ ૩૭ ફલાઇટમાં માંડ ૬પ ટકા બુકીંગ થયું

૬૧ દિવસ બાદ ફલાઇટની અવર-જવરઃ આજે કુલ ૪૭ ફલાઇટ હતી તેમાં ૧૦ રદ કરાઇ...: એરપોર્ટ સતાવાળાઓના કહેવા મુજબ માંડ ૬પ ટકા બુકીંગ છેઃ મુસાફરોને બે કલાક પહેલા પહોંચવા સૂચના

રાજકોટ તા. રપઃ લોકડાઉનના કારણે બંધ કરાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ-ડોમેસ્ટીક એરપોર્ટ આજે બરોબર ૬૧ દિવસે ધમધમ્યું છે. સામાન્ય દિવસોમાં દરરોજ રરપ જેટલી ફલાઇટમાં રપ થી ૩૦ હજાર મુસાફરોની અવરજવર હોય છે, પરંતુ આજે ૪૭ ફલાઇટની મંજુરી અપાઇ હતી તેમાંથી ૧૦ ફલાઇટો રદ્દ થયાનું એરપોર્ટ અધિકારી સુત્રોના ઉમેર્યું હતું.

અમદાવાદથી આજે વહેલી સવારે એર ઇન્ડીયાની કલાકના અંતરે મુંબઇની બે ફલાઇટ હતી તે રદ્દ કરી નખાઇ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉધ્ધવ ઠાકરેએ ફલાઇટ શરૂ કરવા સામે વિરોધ નોંધાવ્યો છે, મહારાષ્ટ્ર સરકારે ફલાઇટની મંજૂરી નહીં આપતા આ બંને ફલાઇટ રદ્દ થઇ હતી, તો તામીલનાડૂ સરકારે પણ ફલાઇટ અવર-જવર અંગે ના પાડી દેતા બપોરે ૧ વાગ્યા પછીની અમદાવાદ-ચેન્નાઇ ફલાઇટ પણ રદ્દ કરી દેવાઇ છે.

સવારે ૧૦ અને ૧૧ વાગ્યે અમદાવાદથી બેંગલોર ફલાઇટ રવાના થઇ હતી, એમાં માંડ ૧૦૦ મુસાફરો હતા.

આજે અમદાવાદથી ઇંદોર-દિલ્હી-ભોપાલ-પૂણે-ગોવા-હૈદ્રાબાદ-બેંગ્લોર-નાસિકની ફલાઇટો છે, સવારે ૧૧ વાગ્યા બાદ દિલ્હી ગયેલ ફલાઇટમાં પણ ૧૦૦ મુસાફરોનું હાલ માંડ બુકીંગ છે, તો ઇંદોર જનાર ફલાઇટમાં હાલ ૯૩ પેસેન્જરોનું બુકીંગ થયું છે.

બપોરે ૧રાા વાગ્યે બેંગ્લોર જનાર ફલાઇટ બાદ ૪-રપ કલાકના, સાંજે ૭ વાગ્યે દિલ્હી, રાત્રે ૮ વાગ્યે નાસિક અને દિલ્હીની ફલાઇટો છે.

એરપોર્ટ અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે ઓવર ઓલ ૩૭ ફલાઇટ થઇને માંડ ૬પ ટકા બુકીંગ આવ્યું છે.

આ સુત્રોએ જણાવ્યું કે સવારે ૧૦ સુધીમાં કોઇ મુસાફરનું ટેમ્પરેચર-કે કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા. દરેક મુસાફરને ર૦ કિલોગ્રામ લગેજની છૂટ અપાય છે. કેબીન બેગમાં પણ ૭ કિલો વજનની મર્યાદા રખાઇ છે. એરપોર્ટમાં અને વિમાનમાં માસ્ક ફરજીયાત તથા ફલાઇટના ઉપડવાના સમય કરતા બે કલાક પહેલું એરપોર્ટ ઉપર દરેક મુસાફરોે પહોંચવું ફરજીયાત બનાવાયું છે. (૭.૧પ)

(11:42 am IST)