Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

દુકાનો ખોલવાનાં નિર્ણય બાદ ટ્વીટર પર ટ્રેન્ડ થયું- #ગુજરાતને પાકિસ્તાન બનતુ અટકાવો

સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અમદાવાદ : રાજ્ય સરકારે ગુજરાતમાં અમુક પ્રતિંબધો સાથે દુકાનો ખોલવાની છૂટછાટ આપી દીધી છે. પણ ગુજરાતના નાગરિકોને આ નિર્ણય પસંદ આવ્યો ન હતો. દુકાનો ખોલવાથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે. રાજ્ય સરકાર કોરોના પર અંકુશ મેળવવામાં નાકામ નીવડી છે. અને રાજ્યમાં સૌથી વધુ લોકલ ટ્રાન્સમિશનના કેસો છે. તેવામાં સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સરકારના દુકાનો ખોલવાનો નિર્ણયથી લોકો ખાસ્સા નારાજ થયા છે. અને તેને લઈ ટ્વીટર પર #ગુજરાતનેપાકિસ્તાનબનતુઅટકાવો ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ હેશટેગ સાથે લોકો સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અને સરકારનો આ નિર્ણય જોખમી પુરવાર થઈ શકે છે તેવું જણાવી રહ્યા છે

ગુજરાતમાં કાલથી શું ખુલશે ?

કાલથી સ્ટેશનરી, ચશ્મા,કરીયાણા, મોબાઇલ રીચાર્જ, ટાયર-પંચર, ઇલેકટ્રીક અને AC રીપેરીંગની દુકાન ખુલશે

(10:46 pm IST)