Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

ગાંધીનગર સિવિલમાં સે-16ના સેન્ટરમાંથી સિવિલમાં સારવાર માટે લઇ જવાયેલ પરપ્રાંતીય યુવાન સિવિલમાંથી નાસી જતા દોડધામ મચી જવા પામી:યુવાન વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર: શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ક્વોરેન્ટીન ફેસેલીટી સેન્ટર બનાવવામાં આવ્યા છે ત્યારે સે-૧૬ના આ સેન્ટરમાંથી સિવિલમાં સારવાર માટે લઈ જવાયેલો પરપ્રાંતિય યુવાન ભાગી જતાં દોડધામ મચી છે ત્યારે આ મામલે હવે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે યુવાન સામે ગુનો નોંધીને તેને શોધવા માટે મથામણ શરૂ કરી છે.      

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે હાલ લોકડાઉનની સ્થિતિ છે અને પરપ્રાંતમાંથી આવેલા શંકાસ્પદ વ્યક્તિઓને ક્વોરેન્ટીન કરવામાં આવી રહયા છે ત્યારે દિલ્હીના રશિયન માર્કેટ પાસે ન્યુ ગણેશ પાર્કમાં રહેતો રર વર્ષીય યુવાન મહંમદ નજુર ઈસ્લામને ગત તા.૧, એપ્રિલના રોજ ગાંધીનગરના સે-૧૬ ખાતે યુથ હોસ્ટેલમાં બનાવાયેલા ક્વોરેન્ટીન ફેસેલીટી સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. 

(5:43 pm IST)