Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

કોરોના સામેની લડત હજુ બે માસ ચાલશેઃ ડો. જયંતી રવિ

ગુજરાતમાં ર૧ લેબોરેટરી કાર્યરત છે, ગઇકાલે ૩૦ર૮ ટેસ્ટ કરાયા : મહામારી રોકવા સરકાર પ્રયત્નશીલ, લોકો સહકાર આપેઃ ગંભીર બિમારીવાળા વધુ કાળજી રાખે

ગાંધીનગર તા. રપ : આજે ગાંધીનગર સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિરવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજયમાં આરોગ્ય તંત્ર કોરાનાના  કેશો વધતા અટકાવવા સંપૂર્ણ પ્રયત્નશીલ છે.તેમણે કોરાના સામેની લડત હજુ બે માસ ચાલે તેવો નિર્દેષ કર્યો છે.

રાજય સરકારે મુખ્યમંત્રીના અધ્યક્ષ  હેઠળ બનાવેલ હાઇપાવર કમિટી દરરોજ મળે છે જેમાં નાયબ મુખ્યમંત્રી મુખ્ય સચીવ આરોગ્ય સચિવ વગેરે સિનીયર અધિકારીઓ ઉપસ્થિત રહે છે. દિવસે દિવસનું મોનીટરીંગ અને ચર્ચા-પરામર્શ કરી જરૂરી નિર્ણયો તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ એટલે કહીએ છીએ વર્ષ ર૦૧૯ ના અંતમાં ચાઇનાથી  શરૂઆત થઇ હતી ર૧૦ દેશોમાં આનો પગ પેસારો થયો છે. ગુજરાતમાં ૩૦ જિલ્લામાં પગપેસારો થયો છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે સંક્રમણની ગતિને આપણે કેવીરીતે સામનો કરીએ તે અગત્યનું છે આના માટે લોકડાઉનનુ પાલન કરો બીજા વિશ્વના દેશોમાં ખુબજ મોટા પ્રમાણનો પગ પેસારો કર્યો છે. આપણા દેશમાં લોકડાઉનના કારણે સફળતા મળી છે. આ રોગ સામેની લડાઇ આગામી બે માસ સુધી ચાલે તેવી છે. અફવાઓ ફેલાવશો નહિ એક બીજાને સાથ સહકાર આપી આગળ વધીએ તો ચોકકસ સામનો કરી શકશું બને ત્યાં સુધી એકબીજા વચ્ચે અંતર રાખવાનો પ્રયત્ન કરજો.

તેમણે જણાવ્યું કે આખા વિશ્વમાં આ રોગ ફેલાયો છે બિલકુલ ગંભીર બિમારી, ડાયાબીટીસ, કીડની, હાર્ટની તકલીફ, કેન્સર, ટીબી, એચઆઇવી જેવી બિમારી પ્રોબેલમ હોય તો ખૂબજ કાળજી લેવા વિનંતી છે. આવા લોકોમાં જો કોરોનાનો સમાવેશ થાય તો રોગ પ્રતિકારક શકિત ઘટતી જાય છે.

આ રોગનો મુખ્ય ફાયદો વાંરવાર હાથ ધોતા રહેશો તો ઘણુ સારૂ રહેેશે. આપણા વડીલોથી આપણે દુર હોઇએ તો ટેલીફોનીક સંપર્ક કરી જાણ કરશો આમા નાગરીક પોતે નાની નાની વાતોનું ધ્યાન રાખે જેમ કે ગરમ પાણી, ઉકાળામાં હળદર, મરી, સુંઠ જેવા તત્વોથી રોગ પ્રતિકારક શકિત વધે છે.

રાજયમાં ૩૦ર૮ ટેસ્ટ ગઇકાલે કરવામાં આવી છે આપણી ક્ષમતા ૩ હજાર ટેસ્ટની છે. ગઇકાલે ૧ વલસાડની વધારે મંજુરી મળી છે. આમ કુલ ર૧ લેબ ટેસ્ટીંગ અને એક્રોન માટે કાર્યરત છે. આમાં ત્રણ શીફટમાં લોકો કામ કરી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં સરકારી તંત્રને સાથ અને સહકાર આપવા વિનંતી.

રાજયમાં ૪૬ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ હારિત શુકલ લેબના  કોડાનેટર સાથે સતત સંપર્કમાં રહે છે.

(2:54 pm IST)