Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નડિયાદ-ડભાણ રોડ નજીક સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચના નામે 25 હજારનું સોનુ સેરવી લેનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

નડિયાદ:નડિયાદ-ડભાણ રોડ પર આવેલ એક સોસાયટી પાસે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી સોનુ સેરવી દીધુ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડભાણ ભગતની ખડકીમાં રહેતા પંકજભાઇ પટેલ ખેતીની દવા લેવા માટે પોતાના મોટર સાયકલ પર નડિયાદ આવ્યા હતા.દવા લીધા બાદ તેઓ પરત ડભાણ જઇ રહ્યા હતા.તે સમયે ડભાણ-નડિયાદ રોડ પર આવેલ એક સોસાયટી પાસે એક અન્ય મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા વ્યક્તિઓએ બૂમ પાડી ઉભા રાખ્યા હતા.આ સમયે હિન્દીભાષામાં જણાવી ચેકીંગ ચાલતુ હોવાનુ અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાની ઓળખ આપી હતી.આ દરમ્યાન મોટર સાયકલની ડીકી ખોલાવી હતી.અને હાથમાં પહેરેલ સોનાની વિટી ,ચેઇન,મોબાઇલઅને પાકીટ એક રૂમાલમાં મૂકાવ્યુ હતુ.આ બાદ ડીકીમાં રૂમાલ મૂકી ભાગો ભાગો કહી ફરાર થઇ ગયા હતા.આ બાદ ઘરે પરત આવીને જોયુ ત્યારે મોબાઇલ અને પાકીટ હતુ.જ્યારે સોનાની વિટી  કિ.રૂા.૧૫,૦૦૦  અને સોનાની ચેઇન કિ.રૂા.૬૦૦૦ એમ મળી કુલ રૂા.૨૧,૦૦૦ નો મૂદામાલ લઇ છેતરપીંડી કરી હોવાનુ માલૂમ પડતા નડિયાદ રૂરલ પોલીસ મથકે બે અજાણ્યા વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • પાકિસ્તાનના ઇસ્લામાબાદથી પશ્ચિમમાં 4૦ કિલોમીટરે આજે સાવરે 5.46 વાગ્યે (IST) 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો અને અફઘાનિસ્તાનના કાબુલથી ઉત્તર પૂર્વમાં 237 કી.મી. ના અંતરે 4.3 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો : રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર access_time 8:39 am IST

  • શેરબજારઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1147 પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટી 337 પોઇન્ટ તુટી, વૈશ્વિક બજારોમાં નરમાઇની ભારતીય બજારમાં અસર, નિફ્ટી 17 જુલાઇ બાદ 10,800ની નીચે જોવા મળી access_time 4:28 pm IST