નડિયાદ-ડભાણ રોડ નજીક સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચના નામે 25 હજારનું સોનુ સેરવી લેનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ
નડિયાદ:નડિયાદ-ડભાણ રોડ પર આવેલ એક સોસાયટી પાસે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી સોનુ સેરવી દીધુ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડભાણ ભગતની ખડકીમાં રહેતા પંકજભાઇ પટેલ ખેતીની દવા લેવા માટે પોતાના મોટર સાયકલ પર નડિયાદ આવ્યા હતા.દવા લીધા બાદ તેઓ પરત ડભાણ જઇ રહ્યા હતા.તે સમયે ડભાણ-નડિયાદ રોડ પર આવેલ એક સોસાયટી પાસે એક અન્ય મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા વ્યક્તિઓએ બૂમ પાડી ઉભા રાખ્યા હતા.આ સમયે હિન્દીભાષામાં જણાવી ચેકીંગ ચાલતુ હોવાનુ અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાની ઓળખ આપી હતી.આ દરમ્યાન મોટર સાયકલની ડીકી ખોલાવી હતી.અને હાથમાં પહેરેલ સોનાની વિટી ,ચેઇન,મોબાઇલઅને પાકીટ એક રૂમાલમાં મૂકાવ્યુ હતુ.આ બાદ ડીકીમાં રૂમાલ મૂકી ભાગો ભાગો કહી ફરાર થઇ ગયા હતા.આ બાદ ઘરે પરત આવીને જોયુ ત્યારે મોબાઇલ અને પાકીટ હતુ.જ્યારે સોનાની વિટી કિ.રૂા.૧૫,૦૦૦ અને સોનાની ચેઇન કિ.રૂા.૬૦૦૦ એમ મળી કુલ રૂા.૨૧,૦૦૦ નો મૂદામાલ લઇ છેતરપીંડી કરી હોવાનુ માલૂમ પડતા નડિયાદ રૂરલ પોલીસ મથકે બે અજાણ્યા વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.