Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમદાવાદમાં પાસાનાં નવા વટ હુકમનો પહેલો કેસ : કૌશિક ઉર્ફે કાકડી પાસા હેઠળ જામનગર જેલહવાલે

 

અમદાવાદ : પોલાસ દ્વારા અમદાવાદ શહેરનાં શાહપુર વિસ્તારમાં ચલાવતા જુગાર અને સટ્ટા બેટિંગ પર દરોડા પાડી પ્રવૃતિ ચલાવતા અસામાજીક તત્વોને  ઝડપી પાડવામાં આવ્યા હતા. શાહપુરમાં પાસાનાં નવા વટ હુકમનો પહેલો કેસ પોલીસે નોંધી વટહુકમનાં અમલીકરણની શરૂઆત કરી દીધી છે  અને કૌશિક ઉર્ફે કાકડીની જામનગર ખાતે પાસા હેઠળ જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસની PCB શાખાએ કાર્યવાહી કરી છે.

પાસાના નવા વટ હુકમને લઇને કાર્યવાહી પ્રથમ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરાઇ છે. અમદાવાદ શહેરમાં જુગાર અને સટ્ટા બેટિંગનાં મુ.આરોપીને પાસા કરવામાં આવ્યા છે.

(11:15 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST

  • આજથી 3 દિવસ માટે પંજાબ બંધ : કૃષિ બિલના વિરોધમાં 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બંધનું એલાન : રેલ રોકો આંદોલનને કારણે અનેક રૂટની ટ્રેનો બંધ રહેશે : અમુક ટ્રેનોના સમય બદલાશે : વાહન વ્યવહાર ઉપર અસર થશે : આંદોલનકારીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવા પોલીસ ડિપાર્ટમેન્ટને રાજ્ય સરકારની સૂચના : શાંતિપૂર્ણ આંદોલન કરવા અનુરોધ access_time 11:53 am IST