News of Thursday, 24th September 2020
અમદાવાદમાં પાસાનાં નવા વટ હુકમનો પહેલો કેસ : કૌશિક ઉર્ફે કાકડી પાસા હેઠળ જામનગર જેલહવાલે
અમદાવાદ : પોલાસ દ્વારા અમદાવાદ શહેરનાં શાહપુર વિસ્તારમાં ચલાવતા જુગાર અને સટ્ટા બેટિંગ પર દરોડા પાડી આ પ્રવૃતિ ચલાવતા અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા. શાહપુરમાં પાસાનાં નવા વટ હુકમનો પહેલો કેસ પોલીસે નોંધી વટહુકમનાં અમલીકરણની શરૂઆત કરી દીધી છે અને કૌશિક ઉર્ફે કાકડીની જામનગર ખાતે પાસા હેઠળ જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસની PCB શાખાએ કાર્યવાહી કરી છે.
પાસાના નવા વટ હુકમને લઇને કાર્યવાહી પ્રથમ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરાઇ છે. અમદાવાદ શહેરમાં જુગાર અને સટ્ટા બેટિંગનાં મુ.આરોપીને પાસા કરવામાં આવ્યા છે.
(11:15 pm IST)