Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

અમદાવાદનાં છારોડીમાં આજથી ભાજપની બે દિવસીય ચિંતન શિબિર: લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા

અમદાવાદના છારોડી ખાતે ભાજપની ચિંતન શિંબરનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. બે દિવસીય ચાલનારી આ શિબરમાં વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને લોકો સુધી પહોંચવા ઝડપી સેવા મુદ્દે પણ ચર્ચા થશે. આ સાથે નવા આઈડિયા અને નવા ગોલ નક્કી કરી તેને સિદ્ધ કરવા માર્ગદર્શન અપાશે.

ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહારથીઓને પણ શિબિરમાં આમંત્રણ અપાયું છે. જે લોકો પોતાના અનુભવો વર્ણવશે. રુપાણી શાસન દરમ્યાન યોજાનાર ચિંતન શિબિરમાં ઇનોવેટીવ આઇડીયાઝ સાથે આવનાર તમામને ચર્ચા માટે મોકળુ મેદાન મળશે અને વિચારોનું આદાન પ્રદાન મુખ્ય સ્થાને રહેશે.

સિવાય અન્ય મંત્રીઓની વાત કરીએ તો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વિ સતીશ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુ દલસાણીયા, કેંદ્ર સરકારના મંત્રીઓ પરશોતમ રુપાલા, મનસુખ માંડવીયા, હરિ ભાઈ ચૌધરી પહોંચ્યા છે. આ સાથે જ હરિભાઈ ચૌધરી ,સાંસદ જયશ્રી બહેન પટેલ., જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના મંત્રી વિભાવરી દવે, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ, દિલિપ ઠાકોર, સૌરભ પટેલ, શંકર ચૌધરી, અને બળવંતસિહ રાજપૂત આ તમામ મહારથિઓ શિંબરમાં જોડાયા હતા.

(5:34 pm IST)
  • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણીમાટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ તે માટે તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)નાં પ્રમુખે કહ્યું કે, ચૂંટણી સમય પહેલા કરાવવામાં આવી શકે છે. રાવે 15 જુને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાવે કહ્યું કે, તેમની પાર્ટીનાં નેતા અને જનતા પણ સમય પહેલા ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીઆરએસ 119 સભ્યોની વિધાનસભામાં 100થી વધારે સીટો જીતશે. access_time 12:44 am IST

  • ભાવનગર જિલ્લાનાં 9 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા કલેક્ટરની દરેક અધીકારીઓને સૂચના access_time 12:59 am IST

  • પાકિસ્તાનમાં એનએ-182 મુજ્જફરગઢ અને પીપી-270 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હુસૈન શેખે 403 અબજની સંપત્તિ જાહેર કરી છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખાર તથા રાષ્ટ્રીય ધારાસભાના પૂર્વ સભ્ય જમશેદ દસ્તી પણ આ બેઠક પરથી ઉમેદવાર છે. મોહમ્મદ હુસૈન શેખની સંપત્તિ ભારતના સૌથી ધનવાન સાંસદની સંપત્તિ કરતાં પાંચ ગણી વધારે છે. access_time 12:19 am IST