Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી યુવાન પટકાયો :શરીરના બે ટુકડા થઈ ફંગોળાયા

વડોદરા રેલવે સ્ટેશને સી કેબિન પાસેથી પસાર થઈ રહેલી ફિરોઝપુર જનતા એક્સપ્રેસ ટ્રેનમાંથી એક યુવક પટકાતાં તેનું  મોત નીપજ્યું હતું ટ્રેન નીચે પટકાતાની સાથે તેના શરીરનાં બે ટુકડા થઈ ગયા હતા.

  પોલીસે પ્રાથમિક તપાસ કરતા તે ગુજરાત બહારનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ટ્રેન નીચે આવી જતા યુવકના શરીરના ટુકડા થઈ ફંગોળાયા હતા, ઘટનાની જાણ બાદ આરપીએફ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:34 am IST)