Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વડોદરામાં મંગળવારથી રિલાયન્સ દ્વારા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરનો પ્રારંભઃ રૂપિયા ૮૦૦માં બેડ ઉપર સુતા-સુતા ફિલ્મની મજા માણી શકાશે

વડોદરાઃ વડોદરામાં મંગળવારથી રિલાયન્સ દ્વારા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરનો પ્રારંભ થશે, જેમાં સુતા-સુતા ફિલ્મની મજા માણી શકાશે

વડોદરામાં રિલાયન્સે વિશેષ મલ્ટિપ્લેક્સ બનાવ્યું છે. આ મલ્ટીપ્લેક્સની વિશેષતા એ છે કે અહીં તમે ખુરશી પર બેસવાને બદલે બેડ પાર સૂતા સૂતા ફિલ્મ જોઈ શકશો. આ મલ્ટીપ્લેક્સનો પહેલો શો 26 જૂનથી શરૂ થશે.

ગુજરાતમાં વડોદરામાં એક સ્લીપિંગ થિયેટર ખુલશે. તેનો અર્થ એ કે મૂવી જોવાની મજા હવે બમણી થશે. આ સ્લીપિંગ થિયેટરમાં તમે આરામથી બેડ પર બેસીને ફિલ્મનો આનંદ માણી શકો છો.

મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે તમારે માત્ર  800 રૂપિયા ચૂકવવા પડશે. શોની ટિકિટ 800 થી શરૂ થાય છે. વિદેશમાં સ્લીપિંગ થિયેટરનો ઘણો ક્રેઝ છે અને હવે તે ભારત પણ પહોંચી ગયો છે. આ મલ્ટિપ્લેક્સમાં જઈને તમે પણ ફિલ્મનો આનંદ માણો.

(6:29 pm IST)