Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ડાકોર-કપડવંજ રોડ પર વાડી નજીક ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા: 8 શકુનિઓની ધરપકડ

ડાકોર:ડાકોર-કપડવંજ રોડ પર રબારીવાસ વિસ્તારમાં આવેલ રાજપુત સમાજની વાડી નજીક જુગાર રમાતો હોવાની માહિતી ડાકોર પોલીસને ગતરોજ મળી હતી. જેથી પોલીસની ટીમે રાત્રિના અરસામાં દરોડો પાડતાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં આઠ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં રાજુભાઈ દલાજી વણજારા, સુકુમાર શ્યામલાલ ભટ્ટ, પાર્થકુમાર નૈનેશભાઈ ભટ્ટ, સુનિલભાઈ રમણભાઈ પરમાર, વિનયકુમાર રણછોડભાઈ પ્રજાપતિ, રવિન્દ્રકુમાર સુનિલભાઈ પરમાર, હરીશભાઈ કાનજીભાઈ વણજારા અને હર્ષ વિજયભાઈ પરમારનો સમાવેશ થાય છે

પકડાયેલા આઠેય જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૬૮૬૦, દાવ પરથી રૂ.૭૪૦ તેમજ પાંચ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૯૫૦૦ મળી કુલ રૂ.૧૭,૧૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલ આઠેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(5:17 pm IST)