Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

માતર તાલુકાના સોખડામાં બાવળની ઝાડીમાં સંતાડાયેલ 54 હજારનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો: એકની ધરપકડ: એક ફરાર

માતર: તાલુકાના સોખડા સીમમાં બાવળની ઝાડીમાં સંતાડેલ દારૂ ગાડીમાં ભરાતો હતો તે વખતે પોલીસે દરોડો પાડતાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે સ્થળેથી રૂ.૫૪,૦૦૦ ના વિદેશી દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ કરી ભાગી છુટેલા ઈસમની તપાસ હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ખોડીયાર ચોકડી નજીક બાવળની ઝાડીમાં ભરતસિંહ ઉર્ફે મુન્નો તેજસિંહ પરમાર (રહે.રતનપુર,તા.માતર) તેના સાગરિતો સાથે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની માહિતી માતર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડતાં રસ્તાની સાઈડમાં સેન્ટ્રો ગાડી નં જીજે ૧૫ ડીડી ૩૯૦૯ ઊભી હતી. પોલીસ ગાડીની નજીક પહોંચે તે પહેલાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગર ભરતસિંહ ઉર્ફે મુન્નો તેજસિંહ પરમાર પોલીસને જોઈ ગાડી લઈ ભાગી ગયો હતો. જો કે પોલીસે સ્થળ પરથી જયેન્દ્રસિંહ ઉર્ફે જયુ ખુમાનસિંહ મહીડા (રહે.ખેડા વાંટા)ને પકડી પાડ્યો હતો. તેમજ આસપાસ તલાશી લેતાં ઝાડીમાંથી નંગ થેલા મળી આવ્યાં હતાં. જે ખોલી જોતાં તેમાંથી કુલ ૧૦૮ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ.૫૪,૦૦૦ ની મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા જયેન્દ્રસિંહ ઉર્ફે જયુ ખુમાનસિંહ મહીડા તેમજ ભાગી છુટેલા ભરતસિંહ ઉર્ફે મુન્નો તેજસિંહ પરમાર વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(5:17 pm IST)