Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વિસનગરમાં નિવૃત અધિકારીને વિદેશના મિત્ર સાથે સંબંધ રાખવો ભારે પડ્યો: ગિફ્ટ મોકલવાની લાલચ આપી 75 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

વિસનગર:ફેસબુક અને વ્હોટ્સએપ આધારે અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કેળવવા સામે લાલબત્તી ધરતો કિસ્સો વિસનગરમાં બનવા પામ્યો છે. વિસનગરના એક નિવૃત્ત અધિકારીને વિદેશી મિત્ર સાથે સંબંધ કેળવવાનું ભારે પડયું છે. વિદેશી  મિત્રએ ફેસબુકથી મિત્રતા કરી વિશ્વાસ કેળવી ગીફ્ટ મોકલવાની લાલચ આપી રૃા. ૭૫,૬૦,૮૯૯ - ની છેતરપીંડી કરાતા સમગ્ર મામલો વિસનગર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી, ઠગાઈ, મદદગારીના ગુના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વિસનગરમાં એમ.એન. કોલેજ રોડ ઉપર સંતોષનગર સી વિભાગમાં રહેતા સિંચાઈ વિભાગના નિવૃત્ત કાર્યપાલક ઈજનેર જેસંગભાઈ ઘેમરભાઈ ચૌધરી ફેસબુક અને વ્હોટ્સએપ  એકાઉન્ટ ધરાવે છે. જેમના ફેસબુક એકાઉન્ટ ઉપર લંડનના સ્તીથ ગ્રીફીમ નામના વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. અજાણી વ્યક્તિ સાથે ફેસબુક ફ્રેન્ડ બન્યા બાદ ફ્રેન્ડે જણાવ્યુ ંહતું કે હું સેલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. મારું પ્રમોશન નજીકના સમયમાં આવનાર છે. તમે મારા સારા મિત્ર તરીકે પ્રમોશન વહેલું આવે તેવી પ્રાર્થના કરો. ત્યારબાદ ૧૫ દિવસ પછી મેસેજ કર્યો હતો કે મારું પ્રમોશન આવી ગયું છે. મારે ભેટ સ્વરૃપે કેટલીક વસ્તુઓ મોકલવી છે. તમારું કાયમી સરનામું અને મોબાઈલ નંબર મોકલો. છેતરપીંડીની વિગતો પોલીસને જણાવતા પોલીસે સ્તીથ ગ્રીફીમ અને મી. ડેવીડ નામના વ્યક્તિ વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

(5:15 pm IST)