Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વડોદરાના માંજલપુરમાં ફિટનેશ સેન્ટરમાંથી શિક્ષિકાના મોબાઈલની ચોરી થઇ જતા ચકચાર

વડોદરા:માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા ફિટનેશ સેન્ટરમાં ગયેલી શિક્ષિકાનો મોબાઈલ ફોન ચોરાઈ જતાં માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના  કોટા શહેરમાં રહેતી શિક્ષિકા  જયા રાજાવત હાલમાં માંજલપુર શીવદાસનગરમાં રહેતી હતીજયા રાજાવત ગત ૧૯મી જૂને   સવારે નવ વાગ્યે માંજલપુર તુલસીધામ  ચાર રસ્તા પાસે આવેલા ફિટનેશ હાર્ટ નામના જિમ્નેશિયમમાં  ગયા હતાઅને ટેબલ પર મોબાઈલ મૂકીને કસરત કરતા હતા. તે સમયે અજાણ્યો ચોર તેમનો મોબાઈલ ફોન ચોરી ગયો હતો. જે અંગે જયાબેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  વધુ તપાસ  હાથ ધરી છે

(5:11 pm IST)