Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમદાવાદના ઘાટલોડિયાની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી નરાધમેં એકાંતમાં લઇ જઈ શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી કિશોરી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ તેને મળવાને બહાને એસ.જી.હાઈવે પર એકાંતમાં લઈ જઈને યુવકે શારીરિક અડપલા કર્યા હતા. કિશોરીએ અંગે તેના પરિવારને જાણ કરતા યુવક સામે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  બનાવની વિગત મુજબ ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી અને ધો.૧૨માં અભ્યાસ કરતી કિશોરીને ઘાટલોડીયામાં કર્ણાવતી સોસાયટીમાં રહેતા મહેન્દ્ર ભેરૃલાલ રાજપુરોહીત નામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. મહેન્દ્ર તેને અવારનવાર બહાર મળવા માટે બોલાવતો હતો પણ કિશોરી મળવાની ના કહેતા મહેન્દ્ર તેને મળવા માટે ધમકી આપતો હતો. ૧૮ જુનના રોજ કિશોરી તેના ભાઈને ટયુશને મુકીને બપોરે પરત ઘરે આવી હતી. દરમિયાન મહેન્દ્રએ કિશોરીને ફોન કરીને સુર્યા એપાર્ટમેન્ટના ગેટ પાસે મળવા બોલાવતા તેણે ના પાડી હતી

(5:10 pm IST)