Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પાટણમાં સરકારી જમીનની દેખરેખ માટે ભૂમિ પ્રહરી એપ- વેબ પોર્ટલ લોન્ચ

પાટણ તા ૨૨  : જિલ્લામાંઆવેલી સરકાર હસ્તકની સરકારી પડતર જમીનોની દેખરેખ માટે જિલ્લા કલેકટરશ્રી આાનંદ પટેલ દ્વારા 'ભૂમિ પ્રહરી ' એપ અને વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. કલેકટરશ્રી પાટણ દ્વારા આપસેગના સહયોગ અને એન.આઇ.સી. સંકલન દ્વારા વિકસાવવામાં આવેલ આ એપ્લિેકશન અને વેબ પોર્ટલ દ્વારા વહીવટી તંત્રને આંગળીના ટેરવે સરકારી જમીનોના લોકેશન, ક્ષેત્રફળ સહિતની  માહીતી ઉપલબ્ધ બનશે.

જિલ્લાના વહીવટને પારદર્શક અને વધુ ઝડપી બનાવવા સતત પ્રયત્નરત જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા ડિઝીટલ પ્લટફોર્મ પર એક નવતર પ્રયોગ કરી નહિવત સમયમાં સરકારી જમીનોના દેખરેખ અને આકંલન માટે ઉપયોગી થઇ શકે તેવી માહીતી માટે '' ભૂમિ પ્રહરી'' નામની મોબાઇલ એપ્લિકેશન તથા વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલી સરકાર હસ્તકની જમીનોની તપાસણી માટે સરવે નંબરના સ્થળ તપાસ સહિતની  કામગીરીમાં વ્યતિત થતા સમયનો બચાવ હવે શકય બનશે.

(3:46 pm IST)