Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ઇન્ડિયામાર્ટ એન્ટરમેશ લિમીટેડનો આઇપીઓ ૨૪ જુને ખુલશે

અમદાવાદ : ભારતની સોૈથી વિશાળ ઓનલાઇન (બીટુબી) માર્કેટ પ્લેસ ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ કંપની લિમીટેડ તેની ઇનિશિયલ પબ્લિક ઓફર લાવી રહી છે, જે કંપનીના પ્રત્યેક રૂા ૧૦ ના ફેસ વેલ્યુના ઇકવીટી શેર દીઠ રૂા ૯૭૦, રૂા૯૭૩ ના પ્રાઇસ બેન્ડ સાથે સોમવાર તા. ૨૪ જુન ના રોજ ખુલશેઅને બુધવાર તા. ૨૬ જુન નારોજ બંધ થશે. ઇન્ડિાયા માર્ટ ઇન્ટરમેશ લિમીટેડની પ્રત્યેકી રૂા ૧૦ ના ફેસ વેલ્યુ ુેના ૪,૮૮૭, ૮૬૨ ઇકવીટી શેરો સુધીની ઇનિશિયલ પબ્લિક ઓફરીંગ રહેશે. ઓફર ભાવ પર ઇકવીટી શેર દીઠ રૂા ૯૭ ની સમકક્ષ ડિસ્કાઉન્ટ પાત્ર કર્મચારી બિડરોને અપાશે તથા ફલોર પ્રાઇસ ફેસ વેલ્યુના ૯૭ ગણી રહેશે, અને કેપ પ્રાઇસ ઇકવીટી શેરોના ફેસ વેલ્યુના ૯૭.૩ ગણી રહેશે.

આઇ.સી.આઇ.સીઆઇ  સિકયુરીટીઝ લીમીટેડ એડલવેઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લીમીટેડ અને જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર છે. ઇન્ટરમેશ લિમીટેડના ઇકવીટી શેરો બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થવાનું પ્રસ્તાવિક છે.

(11:47 am IST)