Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સાવલીના ધારાસભ્યને મળવા ભાજપના નેતા પહોંચ્યા કેતન ઇનામદારના ઘરે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા

ભાજપના સીનિયર નેતાઓએ મનાવવા કરેલ પ્રયાસમાં સફળતા મળી

ગાંધીનગર : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

 આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું હોવાની વાત આવી છે

(11:42 pm IST)