Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રૂ.૧પ હજારની લાંચના છટકામાં વડોદરાના મહિલા રાજય વેરા અધિકારી પ્રિતીબેન વિસપુતે ઝડપાયાઃ ટેકસ ઓછો કરી આપવાના નામે લાંચ માંગવાની ફરિયાદ આધારે એસીબી દ્વારા છટકું

        રાજકોટઃ વેટની રકમ નિયમઅનુસાર ન ભરી હોવા તથા એન્ટ્રી ખોટી કરી હોવાનું જણાવી એસીબી સમક્ષ ફરિયાદ કરનાર  ફરીયાદીને નોટીસ આપી પેનલ્ટી સહિત ૧ર થી ૧પ લાખ ભરવા પડશે તેવું જણાવી રૂ. ૧પ હજારની લાંચની માંગણી થયાની ફરીયાદ આધારે એસીબીના વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક શ્રીમતી બી.જે. પંડયાના સુપરવિઝન હેઠળ વડોદરા ગ્રામ્ય એસીબીના પી.આઇ. કે.વી. લાકોડ દ્વારા ગોઠવાયેલ છટકામાં આરોપી મહિલા વેટ અધિકારી પ્રિતીબેન ચેતનભાઇ વિસપુતે સ્થળ ઉપર જ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

        આરોપી મહિલા અધિકારી દ્વારા ફરીયાદીને ૩ થી ૪ માસ અગાઉ નોટીસ પણ આપવામાં આવી હતી. આરોપી મહિલા અધિકારી દ્વારા  ફરીયાદીને તમારા બીલો ઇન્વોઇસમાં હોવા છતાં તમે રીટેલ બીલ બનાવેલ છે તે માટે તમારે   ૧ર થી ૧૩ લાખની પેનલ્ટી સાથે એકજ ચલણથી બે વાર ભુલથી એન્ટ્રી થયેલ છે તેના અલગથી ૮૦ હજાર ભરવા પડશે  તેમ જણાવી આ ટેકસ શકય તેટલો ઓછો કરી એસેસમેન્ટ ઓર્ડર આપવા ઓફર કરેલ. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીમાં ફરીયાદ કરતા જ છટકુ ગોઠવાયું હતુ.

(8:58 pm IST)