Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સુરતના હજીરા રોડ પર યુવાનનું બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ ક્લોન કરી ભેજાબાજે 20હજાર ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના હજીરા રોડના મોરા ગામના યુવાનનું બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ ક્લોન કરી ભેજાબાજોએ એક પછી એક ત્રણ ટ્રાન્જેક્શન થકી રૂા. 25,069 ઉપાડી લીધાની ફરિયાદ ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાય છે.

હજીરા રોડના મોરા ગામમાં સ્ટાર રેસીડેન્સીમાં ભાડેથી રહેતા અને રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા ગંગારામ ધનજી દોમડાનું સેલેરી એકાઉન્ટ મોરા ગામની બેંક ઓફ બરોડા શાખામાં છે. ગત તા. 8 જાન્યુઆરીના રોજ ગંગારામે મોરા ગામ સ્થિત બેંકના એટીએમમાંથી રોકડા રૂા. 10 હજાર ઉપાડયા હતા પરંતુ જે તે વખતે બેંકમાંથી મોબાઇલ પર કેશ વિડ્રોલનો મેસેજ આવ્યો ન્હોતો. પરંતુ બીજા દિવસે ગંગારામ મિત્ર કિશન પેથાભાઇ દોમડા સાથે અડાજણ પાટિયા સ્થિત ધનમોરા કોમ્પ્લેક્ષમાં એલઆઇસીનું પ્રિમીયમ ભરવા ગયો હતો ત્યારે અચાનક જ બેંકમાંથી એક પછી એક મેસેજ આવ્યા હતા. જેમાં પ્રથમ બે મેસેજમાં બેંકમાંથી રૂા. 10,023 અને ત્યાર બાદ ત્રીજા મેસેજમાં રૂા. 5,023 મળી કુલ રૂા. 25,069 ઉપડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગંગારામ તા. 8 ના રોજ એટીએમ સેન્ટરમાં રોક્ડ ઉપાડવા ગયો ત્યારે ત્યાં ચારથી પાંચ જણા રોક્ડ ઉપાડવા માટે લાઈનમાં ઉભા હતા. જેથી ગંગારામે આ અંગે લાઇન ઉભેલા ભેજાબાજે એટીએમ કાર્ડ ક્લોન કરી રોકડ ઉપાડી લીધા અંગેની શંકા વ્યક્ત કરી હતી.  

(5:19 pm IST)