Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સુરતના લીંબાયતમાં ત્રણ મહિના અગાઉ ઝારખંડ ગયેલ યુવાનના બેંક એકાઉંટને હેક કરી ભેજાબાજે 30 હજારનું છબરડું કર્યું

સુરત: શહેરના લીંબાયતમાં રહેતો યુવાન ત્રણ માસ અગાઉ વતન ઝારખંડ ગયો હતો ત્યારે ભેજાબાજે તેના સુરત સ્થિત બેન્ક એકાઉન્ટને હેક કરી રૂ.30 હજાર ચાર ટ્રાન્ઝેક્શન મારફતે ઉપાડી લીધા હતા.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઝારખંડનો વતની અને સુરતમાં લીંબાયત પ્રભુનગર ઘર નં.54માં રહેતો 33 વર્ષીય મુમતાઝ ગફુર અન્સારી રીંગરોડસાગર શોપીંગ સેન્ટરમાં ગુલાબભાઈને ત્યાં નોકરી કરે છે. 

રીંગરોડ સ્થિત બેન્ક ઓફ ઇન્ડિયાની ટેક્ષ્ટાઈલ માર્કેટ શાખામાં એકાઉન્ટ ધરાવતો મુમતાઝ ગત 25 ઓક્ટોબર 2019ના રોજ વતનમાં હાજર હતો ત્યારે તેના મોબાઈલ ફોન ઉપર બેન્કમાંથી મેસેજો આવ્યા હતા. મેસેજમાં 24મીની રાતથી 25મીની સવાર દરમિયાન ચાર ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.30,046 ઉપાડ્યા છે તેમ લખ્યું હતું. સુરત પરત ફરી મુમતાઝે બેન્કમાં જાતે તપાસ કર્યા બાદ આ અંગે પોલીસમાં અરજી કરી હતી. સલાબતપુરા પોલીસે અરજીના આધારે ગતરોજ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીઆઈ એમ.વી.કીકાણી કરી રહ્યા છે.

(5:18 pm IST)