Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગાંધીનગર: દબાણ હટાવો ઝુંબેશ હાથ ન ધરાતા લારી-ગલ્લાના દબાણ કાયમી થયા: વનવિભાગ દ્વારા આજથી દબાણ દૂર કરવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો

ગાંધીનગર: શહેરમાં ઘણા વખતથી દબાણ હટાવો ઝુંબેશ હાથ નહીં ધરવાને કારણે પાટનગરમાં લારી-ગલ્લાના દબાણો હવે કાયમી થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આખરે વનવિભાગ દ્વારા આજથી દબાણ દુર કરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ઘ-૦થી ઘ-૩ સુધી બન્ને બાજુએ વનવિભાગની આરક્ષીત જગ્યામાં ઝુંપડા આજે હટાવવામાં આવ્યા હતા. તો હવે લારી-ગલ્લા પણ વનવિભાગ જપ્ત કરી દેશે.આ ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે અને દબાણકારોનો મુખ્યમાર્ગોની બન્ને બાજુએથી દુર કરવામાં આવશે.

રાજ્યનું પાટનગર ગાંધીનગર ભલે સ્માર્ટ સીટી બનવાનું હોય પરંતુ અહીં દબાણ ક્યારેય કાયમી અસરથી દુર થશે નહીં. અલબત છેલ્લા ઘણા વખતથી કોર્પોરેશન, પાટનગર યોજના વિભાગ કે વનવિભાગ દ્વારા દબાણકારોને લાયસન્સ આપી દિધું હોય તેમ દબાણ હટાવવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જેના કારણે ગાંધીનગરમાં દબાણ પણ કાયમી અને કાયદેસર લાગવા લાગ્યા છે આવી સ્થિતિમાં ઉચ્ચકક્ષાએથી મળતી સુચનાને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા નગરના મુખ્યમાર્ગોની બન્ને બાજુ ઉભા થયેલા દબાણો દુર કરવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. 

 

(5:16 pm IST)