Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વડોદરા નજીક ખટંબા ગામે 20 વર્ષીય પરિણીતાએ પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી કંટાળી ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: નજીક ખટંબા ગામે ૨૦ વર્ષની પરિણીતાએ વડોદરા શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી કંટાળી જઇને ઘરના રસોડામાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે ખટંબામાં હિમાલયા પાર્ટી પ્લોટની બાજુમાં સેફ્રોન રેસીડેન્સીમાં રહેતી યુવાન પરિણીતા તેજલે વહેલી સવારે ગળે ફાંસો ખાઇ આત્યહત્યા કરી હતી. આ બનાવમાં મૃતક યુવતીની માતા વર્ષાબેન હિરમલભાઇ ડામોર(રહે.તાડ ફળિયું, વગેલા તા.ઝાલોદ, જિલ્લો દાહોદ)એ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સૌથી મોટી પુત્રી તેજલના લગ્ન મે -૨૦૧૯માં પોતાના ગામમાં રહેતા અંબાલાલ લાલુભાઇ માવી સાથે થયા  હતાં.

(5:12 pm IST)