Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

AACA અને સ્પોર્ટસ કલબના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અમદાવાદઃ AACAઅમદાવાદ  એડવર્ટાઈઝીંગ સર્ક એસોસીએશનના મેમ્બર્સ- પરિવાર તથા મીડિયા સંલગ્ન મિત્રો સાથે અનેક પ્રોગ્રામ આયોજીત કરે છે. આ સાથે સમાજ માટે પણ સારા કાર્યમાં સહભાગી થવું તે જવાબદારીના ભાગરૂપ સ્વીકારે છે. તાજેતરમાં AACA તથા સ્પોટર્સ કલબ ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૩૧ યુનીટ બોટલ્સ બ્લડ ડોનેટ કરવામાં આવી હતી. AACA બ્લડ ડોનેશન કેમ્પ ખાસ કેન્સરપિડિત બાળકોને સહાય કરતી સંસ્થા ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના સીધા ઉપયોગ તથા રકતદાન અંગે સમાજમાં જાગૃતિ કેલાવવાનાં ઉમદા હેતુ માટે આયોજીત કરવામાં આવ્યો હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:36 pm IST)