Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પાટણના ખીમીયાણાનાં રેવન્યુ તલાટીનો પટાવાળો ૪ હજારની લાંચ લેતા ઝડપાયો

પાટણ, તા.૨૨: પાટણ તાલુકાના ગજા ગામના અકે ખેડૂતને વારસાઇ નોંધ પડવા તલાટી સમક્ષ રજુ કરી હતી. તેના માટે ખીમીયાણા ગામના રેવન્યુ તલાટી મનોજ કુમાર, વજાભાઇ પરમાર, રૂ.૬૦૦૦/- આઠ હજારની લાંચ માગી હતી. જેમાં રકઝકબાદ રૂ.૭૦૦૦ હજાર આપવાનું નક્કી થયું હતું. જેમાં રૂ.૪૦૦૦ ગઇ કાલે મંગળવારે આપવાના હતા. પણ ખેડૂત પૈસા આપી કામ કરાવવા માંગતો ન હતો. તેથી ખેડૂત પાટણ ACB કચેરીમાં ફરિયાદ આપી હતી. પાટણ-ચાહારમાં હાઇવે ઉપર રાજપુરના ચાર રસ્તા પાડે હોટલ ઉપર બોલાવી છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

ત્યારે ત્યા હાજર તલાટીએ મહેમુદપુર ગામના ગ્રામપંચાયતના હંગામી પટાવાળા ગોવિંદજી હકાજી ઠાકોરને બોલાવી લીધો હતો. અને તેને પૈસા આપવાનું કહેતા રૂ.૫૦૦ની ચાર નોટો તેમજ રૂ.૨૦૦ની ૧૦ નોટો મળી રૂ.૪૦૦૦ની લાંચ લેતા પટાવાળા તેમજ રેવન્યુ તલાટી મનોજ કુમારે ખાનગટ ડ્રેસમાં ઝડપી લીધા હતા. રેવન્યુ તલાટી લાંચના છટકામાં ઝડપાયાને વાત જાહેર થતા સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ અધિકારીઓમાં સાંપો પડી ગયો હતો. —નવા વર્ષની લાંચ લેતા કર્મચારી ઝડપાયાની આ બીજી ઘટના છે.

(3:35 pm IST)