Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સાધ્વી ઋતુમ્ભરાજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રાજપીપળા :  સાધ્વી ઋતુમ્ભરાજીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.એમણે સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

 એમણે જણાવેલ કે રાજા રજવાડાંઓને એક કરી ભારત ગણરાજયને એક કરવા વાળા એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ હતા.એમણે અંગ્રેજોની ગંદી રાજનીતિને સફળ થવા દીધી ન હતી.અલગ અલગ મતમતાંતરોમા આપણે હાલ વહેચાયેલા છે.આપણા ઈશ્વર, ધર્મ, સંપ્રદાયો અને પથ અલગ અલગ છે પણ મંજિલ તો એક છે.એ મંજિલનો દરેક ભારતીય એ ખ્યાલ રાખવો જોઈએ.

  દરેક ભારતીઓ આસ્થા, શ્રદ્ઘા અને વિશ્વાસના ફૂલો એકત્ર કરી ભારત માતાના ચરણોમાં અર્પણ કરો.હવે એ સમય આવી ગયો છે કે ભેદભાવની દીવાલ તોડી કન્યાકુમારીથી કાશ્મીર સુધી દરેક ભારતીયનો દિલ ધડકવું જોઈએ.જાતી, ગતિ, ભકિત અને શકિત ભારત માતાના ચરણોમાં સમર્પિત હશે ત્યારે જ આપણું કલ્યાણ થશે.

(1:06 pm IST)