Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પરિણીત પ્રેમીકાને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ : છરીના ઘા ઝીંકયા : ધરાર પ્રેમી ઝડપાયો

વડોદરા : વડોદરાના ડભોઇ તાલુકામાં એક જ અઠવાડીયામાં બીજી દુષ્કર્મની ઘટના બની છે ડભોઇના રાજલી ક્રોસિંગ પાસે ઝાડીઓમાં લઇ જઇને પરિણીત પ્રેમિકા પર પ્રેમીએ દુષ્કર્મ આચર્યા બાદ ગુપ્ત ભાગોએ ચાકુના ઘા મારતા હાલ પરણીત પ્રેમિકાને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રેમિકાના લગ્ર પાદરા તાલુકામાં થયા હતા. પરંતુ હાલ તે વડોદરા ખાતે પોતાના પતિ સાથે રહે છે તાજેતરમાં પોતાના કાકાના ત્યાં લગ્ન પ્રસંગે પરણીત પ્રેમિકા આવી હતી જયાં તેની ઇમરાન મલેકની સાથે આંખ મળી ગઈ હતી. ત્યારબાદ અનેક વખત આ બંને પ્રેમીઓ મળતા હતા. પરંતુ આ વાતની જાણ તેના પતિને થઈ જતા આ બંને વચ્ચેનો પ્રેમ સમાપ્ત થઈ ગયો હતો.પરંતુ પ્રેમીના માથા પર ચડેલો પ્રેમ એટલી હદે વણસી ગયો હતો કે પ્રેમી દ્વારા પ્રેમિકાને ફોન પર ધમકી મળતી હતી. ત્યારે ૧૯ જાન્યુઆરીના રોજ પ્રેમી ઇમરાન મલેકે પરણિત પ્રેમિકાને ફોન કરીને ધમકી આપી હતી કે જો તું આજે સાંજે ડભોઇ તાલુકાના રાજલી ક્રોસિંગ પાસે નહીં આવે તો હું તને જાનથી મારી નાખીશ જેને લઈ પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને સાંજે ૬ વાગ્યા બાદ પોતાના પતિ આવી જતા તે રાજલી ક્રોસિંગ ખાતે પહોંચી હતી જયાં ઇમરાન મલેક ઉભો હતો.

ત્યારબાદ પ્રેમિકાને લઈને રાજલી ક્રોસિંગથી બૈનૈયા જવાના રોડ પર આવેલ ઝાડીઓમાં તેઓ વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન પરિણીત પ્રેમિકાના પ્રેમમાં પાગલ યુવાને પરણિતાને કીધું હતું કે હવે તું મારા સાથે રહેજે હું તને નહી જવા દઉં જેને લઇ પરણીત પ્રેમિકાએ સાથે રહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રેમીએ તેની ઉપર દુષ્કર્મ આચરી ચપ્પુના ઘા ઝીંકી દેતા  પ્રેમિકાને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પોલીસે ઇમરાન મલેકને ઝડપી પાડી કલમ ૩૭૬ હેઠળ અટકાયત કરી જેલના હવાલે કર્યો છે, છેલ્લા સાત દિવસમાં દુષ્કર્મની બીજી ઘટનાને લઈને ડભોઇ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.

(1:05 pm IST)