Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સાયરાની યુવતીનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ : આરોપી બિમલ ભરવાડે 13 દિવસમાં યુવતીને 214 કોલ કર્યા હતા

આરોપીઓએ યુવતીનો મોબાઇલ અને સીમ તોડી નાખ્યું હતુ

અરવલ્લીઃ મોડાસા પાસેના સાયરાની યુવતી સાથે કથિત દુષ્કર્મ અને હત્યા મામલે નવો ખુલાસો થયો છે, સીઆઇડી ક્રાઇમની સીટ દ્વારા આ કેસની તપાસ થઇ રહી છે, સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી બિમલ ભરવાડે યુવતીને 13 દિવસમાં 214 વખત કોલ કર્યા હતા. 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે આ કોલ કરાયા હતા. જેના પરથી સ્પષ્ટ છે કે આરોપીઓ યુવતીના સંપર્કમાં હતા, આ દિશામાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

         ઝડપાયેલા ત્રણેય આરોપીઓ બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારને કોર્ટમાં રજૂ કરાયા હતા, કોર્ટે આરોપીઓને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યાં છે

 ,     બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે મૃતક દલિત યુવતીના શરીર પર નિશાન પણ હતા, ગાલ અને હાથ પર ઉઝરડા હતા, સાથે તેને નખ પણ વાગેલા હતા, તેના પરથી તારણ કાઢી શકાય છે કે તેની સાથે મારામારી થઇ હોય શકે છે, આરોપીઓએ યુવતીનો મોબાઇલ અને સીમ તોડી નાખ્યું હતુ, ત્યારે સીટ દ્વારા આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ થઇ રહી છે.

(10:56 pm IST)