Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ :ડીપીએસના પ્રિન્સિપાલ હિતેશ પુરી અને પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ : બંને જમીન મુક્ત

આશ્રમને જગ્યા ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ પ્રિન્સિપાલની ધરપકડ

અમદાવાદ : હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ડીપીએસ ( હીરાપુર )ના  પ્રિન્સિપાલ હિતેશ પુરી અને પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરાઈ છે નિત્યાનંદ આશ્રમને જગ્યા ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ આ પ્રિન્સિપાલની ધરપકડ કરાઈ છે  જોકે બાદમાં બંનેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.

                નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવા કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આજે આશ્રમમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન એસઆઈટીએ 14 લેપટોપ, 43 ટેબ્લેટ, 4 મોબાઈલ અને પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. પ્રમોશનલ એક્ટિવિટી અંગે તપાસ કરવા માટે કબ્જે લેવામાં આ તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે.

                 પોલીસનું કેહવું છે કે આ સિવાય અમે 2 અલગ-અલગ બીજા ગુનાઓ દાખલ કર્યા છે. જેમાં એક ગુનો જે બાળકોને પુષ્પક સિટીમાં ગોંધી રાખવા માં આવ્યો હતો ત્યાં બકુલ નામના વ્યક્તિએ પરેશ પટેલ નામના વ્યક્તિને 3 મકાનનો ભાડા કરાર કરી આપ્યો હતો પરંતુ બકુલે પોલીસ ને જાણ કરી ન હતી. જેથી તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પરેશ પટેલે આ મકાન આશ્રમને આપ્યા હતા

                    સાણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક કેટી કામરીયાનું કહેવું છે કે પ્રિયા નંદિતા પ્રોક્સી નેટવર્કથી વાત કરે છે. જેથી તેને ટ્રેક કરવા માં તકલીફ પડી રહી છે પરંતુ તેને શોધી લેવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

                  એક દિવસ પહેલા નિત્યાનંદ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. બંનેને ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતાં બંનેને કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

(8:30 pm IST)